Search This Website

Wednesday, December 14, 2022

ફેઈક કોલથી લૂંટ. ફેક કોલ થી સાવધાન

 ફેઈક કોલથી લૂંટ. ફેક કોલ થી સાવધાન 


ફેઈક કોલથી લૂંટ. ફેક કોલ થી સાવધાન






આજકાલ દેશભરમાં ફેઈક મેસેજ કંપનીઓ અસ્તિત્વમાં આવી છે જેના પર રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતા નથી અને અનેક ધનભૂખ્યા લોકો એની લોભલાલચમાં ફસાઈને જે થોડા ઘણાં નાણાં પોતાની પાસે છે એ પણ ગુમાવવા લાગ્યા છે. આવી ચોર કંપનીઓને દેશની તમામ ટેલિકોમ કંપનીઓની હૂંફ છે. આ કંપનીઓની મોડેસ ઓપરેન્ડી એકસમાન છે. તેઓ ગમે તેમ કરીને તમારા બેન્ક એકાઉન્ટની વિગતો સુધી પહોંચવા ચાહે છે અથવા તો તમને એમના કહેલા એકાઉન્ટમાં ચોક્કસ રકમ ભરવાની પ્રેરણા આપે છે. આખી યોજના આજા ફસા જા - થી વિશેષ કંઈ નથી. તેઓ ટોપ-અપ લોનની મીઠી વાતો કરીને તમારી નવી કારની આરસી બુક પણ લઈ લે છે. પછી જે લોન મળે એ હવામાં ગુમ થઈ જાય છે. તમારા એકાઉન્ટમાં એક તરફથી વધારાની લોનના નાણાં જમા થાય ને તરત ઉપડી પણ જાય. દેશમાં લાખો લોકો એવા છે કે તેમને પોતાને જ ખબર નથી કે નેટ બેકિંગથી કોઈ તેમના ખાતામાં રમત કરી રહ્યું છે. આવી રમત કરવામાં કેટલાક કિસ્સામાં એમના પોતાના જ દુષ્ટ સંતાનો પણ હોઇ શકે છે. ભોળપણ એક જમાનામાં સદગુણની યાદીમાં હતું હવે એ શુદ્ધ સો ટચની બેવકૂફી ગણાય છે.


 ફેઈક કોલથી લૂંટ. ફેક કોલ થી સાવધાન 

દિલ્હીમાં આજકાલ આવી કંપનીઓના મોટા અડ્ડા છે. ઈન્ફોટેકના જાણકાર બેકાર યુવક-યુવતીઓને તેઓ નોકરીએ રાખે છે અને બલ્ક એસએમએસથી પોતાની જાળ પાથરે છે જેમાં થોડાં માછલાઓ તો ફસાઈ જ જાય છે. આ વાત દેશના બહુસંખ્ય સમુદાયમાં જાણીતી છે તો પણ જેઓ નથી જાણતા એની સંખ્યા પણ કંઈ નાનીસૂની તો નથી. એટલે ચોર ટોળકીને નવા નવા શિકાર મળતા જ રહે છે. સરકાર કે જે વિશાળ સાયબર ક્રાઈમ સેલ ચલાવે છે તેઓ આ બેન્કિંગ અપરાધો તરફ કેમ ઉદાસ છે તે એક રહસ્ય છે. તમારા પર મધુર અવાજમાં કોઈ કન્યાનો ફોન આવે ત્યારે તમે એને પૂછો કે કઈ બ્ર્રાન્ચમાંથી બોલો છો તો એનો જવાબ એની પાસે ન હોય. બેન્કની સત્તાવાર બ્રાન્ચ ઓફિસો અને એમાં પણ તમારું જ્યાં એકાઉન્ટ હોય એના સિવાય અન્ય કોઈ પણ સાથે તમારો ડેટા ઉચ્ચારો એટલે ખાતામાંથી પૈસા ગયા સમજો. 

ગુરુગ્રામ, દિલ્હી, બેંગ્લોર અને ચંદીગઢમાંથી આવી ફોનકોલ પર આર્થિક લૂંટ ચલાવતી કંપનીઓ ઝડપાયેલી છે અને તેના માલિકો જેલની હવા ખાઈ રહ્યા છે. તો પણ એ ધંધામાં જરા પણ ઓટ આવી નથી. ક્રૂરતા તો એ છે કે લોકડાઉન દરમિયાન પણ આ કંપનીઓએ લાખો લોકોને ખંખેર્યા છે. મુંબઈમાં પણ હમણાં આવી શરૂઆત થઈ છે. તો પણ સરકારની આવા અપરાધો પરત્વેની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે. કારણ કે આ પ્રકારના કુલ અપરાધીઓમાંથી પોલીસના સકંજામાં ઝડપાયેલાની સંખ્યા એક ટકા જ છે. પોલીસ આ પ્રકારની ફરિયાદોને મજાકમાં જ લે છે અને કોઈ કાર્યવાહી કરતી નથી. સામે પ્રજાને પક્ષે પોતાના બેન્ક એકાઉન્ટ ખાલસા કરનારાઓ સામે જંગે ચડવા પણ બધા તૈયાર નથી હોતા. જેઓ લૂંટાય છે તેમાંથીય બહુ ઓછા લોકો પોલીસ સ્ટેશન સુધી જવાની આને ફરિયાદ લખાવવાની તકલીફ લે છે. 

કેટલીક બોગસ કંપનીઓ અતિશય સૌજન્ય સાથે વાત કરે છે. ફોન કરનાર પોતાની ઓળખ બેન્ક અધિકારી તરીકે આપે છે અને કહે છે કે કુલ છ લાખ એટીએમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે તો આપને નવું કાર્ડ ઈસ્યુ કરવાનું થાય છે એટલે તમારો પાસવર્ડ કહો. પછી તેઓ કહે છે કે અમે નવું કાર્ડ મોકલીએ છીએ તેમાં આ જ પાસવર્ડ રહેશે અને સલામતીના કારણોસર તમે પછી પાસવર્ડ બદલાવી લેજો. આપ કા દિન શુભ રહે. ક્યારેક વિષકન્યાઓના મધુર અવાજમાં જ તમારા બેન્ક બેલેન્સ પર ડંખ મારવામાં આવે છે. જેણે ફોન પર પોતાની પાસવર્ડ સહિતની બધી વિગતો જણાવી દીધી હોય એને થોડીકવારમાં જ ખબર પડી જાય કે આપણો દિન હવે શુભ રહ્યો નથી. અને આપણે સ્વયં દીન બની ગયા છીએ. કારણ કે બેન્કિંગ પ્રણાલિકામાંથી મેસેજ આવી જાય છે કે ખાતામાં હતા એટલા રૂપિયા ઉ(પ)ડી ગયા છે. 

ગુજરાતમાં લક્ષ્મીઘેલાઓનો કોઈ તોટો નથી. પારકા પૈસે પાન ખાનારાઓ પણ વાતો તો કરોડોની કરતા હોય છે. એવા લોકોને આ કંપનીઓ બહુ ઝડપથી પોતાની જાળમાં ફસાવે છે. આટલા પૈસા અમારા ખાતામાં ભરો અને તમને લાગેલો સવા કરોડનો જેકપોટ લઈ જાઓ. લોકો ફસાતા જ જાય છે. આ કંપનીઓનો રિસર્ચ વિભાગ પણ બહુ સમૃદ્ધ હોય છે. 


No comments:

Post a Comment